ગુજરાતની લોકગાયિકા અને કોકિલ કંઠી ગીતાબેન રબારીએ ડાયરા થકી યુક્રેનવાસીઓની મદદ કરી છે. ફેમસ લોકગાયિકાએ અમેરિકામાં ડાયરા કરીને યુક્રેનની મદદ માટે 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કર્યું. ગીતા રબારીના મધુર અવાજને સાંભળવા માટે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

આ કોન્સર્ટ અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં શનિવારે આયોજનત કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા એનઆરઆઈની હાજરી રહી હતી. આ ઈવેન્ટને સુરત લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં ઈવેન્ટ થકી 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કરાયુ હતું. જેનો હેતુ યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ કરવાનો હતો. આ રકમ યુક્રેનને દાન કરવામા આવશે.
ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા હાજરી આપી હતી. તેમના તમામ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ પરર્ફોમન્સની તસવીરો વાયરલ થઈ છે. જેમા ગીતા રબારી પર નોટોની વરસાદ થઈ રહી છે. તેમની આસપાસ ડોલરનો ઢગલો પડેલો છે. એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ કાર્યક્રમનો વીડિયો શએર કર્યો છે. જેને અત્યાર સુધી ઢગલાબંધ લાઈક્સ મળી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર ગીતા રબારીએ લખ્યુ કે, આ ગત રાતની કેટલીક ઝલક છે. અમે અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટામા લોકદાયરો ક્રયો હતો, તમારી સાથે આ આધ્યાત્મિક ક્ષણ શેર કરી રહી છું.
ગીતા રબારી ગુજરાતની ફેમસ ગાયિકા છે. તેમના અવાજનો જાદુ એવો છે કે, એક ગીત પર કરોડોની વરસાદ થઈ જાય. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે, જ્યાંથી તેઓ સતત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી રહ્યાં છે. તેમણે સપ્તાહ પહેલા ટેક્સાસમાં પણ લાઈવ કોન્સર્ટ કરી હતી. આ ઉપરાંત રવિવારે લુઈસવિલ શહેરમાં પણ લાઈવ પરર્ફોમન્સ આપ્યુ હતું.