ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.
ગાંધીનગર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે બપોરે એક વાગ્યે આગેવાનો ભાજપમાં જોડાવાના છે.
ગાંધીનગરફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.