Satya Tv News

અમદાવાદમાં મંગળવારના રાતે વિરાટનગરના એક મકાનમા ખૂની ખેલ ખેલાયો હતો. એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ, ઘરનો મોભી જ સમગ્ર કેસમાં ફરાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજી પણ શંકાસ્પદ હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી.

અમદાવાદમાં મંગળવારના રાતે વિરાટનગરના એક મકાનમા ખૂની ખેલ ખેલાયો હતો. એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ, ઘરનો મોભી જ સમગ્ર કેસમાં ફરાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજી પણ શંકાસ્પદ હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી.

વિરાટનગરના એક મકાનમાં આસપાસના લોકોને દુર્ગંધ મારતી હતી. જેથી આસપાસના રહીશોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક આવીને મકાનને તોડવાની કામગીરી કરી હતી. જેમાં અંદર ચાર મૃતદેહો પડ્યા હતા. પોલીસ પણ મકાનની અંદરનો ભયાનક નજારો જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ચારેય મૃતદેહ એક જ પરિવારના છે. તેમના નામ સોનલ મરાઠી, સુભદ્રાબેન મરાઠી, ગણેશ મરાઠી અને પ્રગતિ મરાઠી છે. તો સમગ્ર મામલે ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસ હાલ વિનોદ મરાઠીને શોધી રહી છે. સમગ્ર હત્યાકાંડ ઘરકંકાસમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના ચારેય સદસ્યોમા એક વૃદ્ધા અને એક માસુમ દીકરી પણ છે. 15 દિવસ પહેલા આ પરિવાર નિકોલથી વિરાટનગરમાં રહેવા આવ્યો હતો. ચારેયના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરાયાના નિશાન છે. પોલીસને શંકા છે કે, પહેલા આ તમામને બેભાન કરાયા હશે અને બાદમાં તેમની નિર્મમ રીતે હત્યા કરાઈ હશે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તમામ સદસ્યોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. ચાર દિવસથી તમામનો મૃતદેહ અંદર જ પડ્યો હતો. જેને કારણે મૃતદેહો સડી ગયા હતા અને તેમાંથી દુર્ગંઘ આવવા લાગી હતી. આ દુર્ગંઘ આસપાસના રહીશો સુધી પહોંચી હતી. આખરે કેમ ચાર લોકોના પરિવારજનો દ્વારા કોઈ સંપર્ક કરવામાં ન આવ્યો તે મોટો કોયડો છે.

થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી.

error: