Satya Tv News

ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ક્રિકેટર વિપુલ નારીગરા દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું ,

વિપુલ નારીગરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને તેમની ઑટોગ્રાફ એડિશન વાળું સ્પેશ્યલ ક્રિકેટ બેટ ગિફ્ટ કર્યું.

વેલીયન્ટ ક્રિકેટ કે જે 2011 થી રૂરલ લેવલ ના ક્રિકેટરો ને પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે, રૂરલ લેવલ ના ક્રિકેટરો માટે કામ કરતું એક માત્ર વેલીયન્ટ ક્રિકેટ ની સાથે ભારતીય ટીમ ના લેજન્ડ ખેલાડી અને ભારત તરફ થી વર્લ્ડકપ ૧૯૮૭ માં પ્રથમ હેટ્રીક લેનાર ચેતન શર્મા પણ જોડાયા હતા, તેમને પણ રૂરલ લેવલ ના ખેલાડીઓ ને વડોદરા ખાતે કેમ્પ માં માર્ગદર્શન પૂરું પડ્યો હતો ત્યારબાદ એશિયા કપ ૧૯૮૪ માં પ્રથમ વિજય અપાવનાર સુરીન્દર ખન્ના એ પણ વેલીયન્ટ ક્રિકેટ ના અભિગમ ને સહકાર આપ્યો છે અને હાલ પણ તેઓ વેલીયન્ટ ક્રિકેટ સાથે જોડાયેલા છે સાથે સાથે બૉલીવુડ અને ભારતીય ટિમ ના ઘણા લોકો પણ અભિગમ ને આવકારી ને વેલીયન્ટ ક્રિકેટ સાથે જોડાયા છે , વેલીયન્ટ ક્રિકેટ માં રૂરલ લેવલ ના ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેમાં વેલીયન્ટ પ્રીમિયર લીગ થકી ખેલાડીઓ ને પણ લોકો ઓળખતા થયા છે, VPL-વેલિયન્ટ પ્રીમિયર લીગ એ 20 ઓવરની લીગ છે. આ લીગની સ્થાપના વેલિયન્ટ ક્રિકેટ દ્વારા 2012માં કરવામાં આવી હતી.

જો વેલીયન્ટ પ્રીમિયર લીગ ની વાત કરીએ તો પ્રથમ વેલીયન્ટ પ્રીમિયર લીગ ભોપલ ખાતે ૨૦૧૪ રમાય હતી જેની ટ્રોફી નું અનાવરણ ભોપાલ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું હતું ભોપાલ ખાતે રામાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગ દૂરદર્શન સ્પોર્ટ્સ પર લાઈવ પ્કરસારણ કરવામાં આવી હતી , તે વિ.પી.એલ સીઝન ૧ ને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુભેચ્છા સંદેશ પાઠવામાં આવ્યો હતો .

ત્યારબાદ બીજી વેલીયન્ટ પ્રીમિયર લીગ વડોદરા ખાતે ૨૦૧૬ માં રમાય હતી જેની ટ્રોફી નું અનાવરણ ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્મા ના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે 3જી વેલીયન્ટ પ્રીમિયર લીગ ગ્વાલિયર ખાતે ૨૦૧૭-૨૦૧૮ માં રમાય હતી જ્યાં ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકર એ 200 રન કર્યા હતા તે મેદાન ખાતે રમાય હતી જેની ટ્રોફી નું લોન્ચિંગ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના તન્મય વેકરિયા એટલે કે બાઘા બોય એ કર્યું હતું જ્યારે 4 થી વેલીયન્ટ પ્રીમિયર લીગ નું આયોજન દમણ ખાતે ૨૦૧૯ માં રમાય હતી જેની ટ્રોફી બૉલીવુડ ના મશહૂર સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર મિત બ્રોસ ના હસ્તે કરવામાં આવ્યું હતું

આવનારી 5મી સિઝન ની ટ્રોફી નું અનાવરણ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા ના હસ્તે ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે આવનાર મે મહિના માં આ 5મી સિઝન નું આયોજન કરવામાં આવ્યું છે 5મી સિઝન ક્યાં રમાશે,

વેલીયન્ટ પ્રીમિયર લીગ માં 5 ટિમો ભાગ લેતી હોય છે આ 5 ટિમ માટે ખેલાડીઓ નું પ્લેયર્સ ડ્રાફ્ટ કરવામાં આવે છે જે પ્લેયર્સ ડ્રાફ્ટ નેશનલ ટેલીવિઝન માં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, અને આ પ્લેયર્સ ડ્રાફ્ટમાં બૉલીવુડ ના મશહૂર સેલિબ્રિટી એક એક ટિમ ને સપોર્ટ કરતા હોય છે અને ક્રિકેટરો ની પસંદગી પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા કરતા હોય છે

વેલિયન્ટ પ્રીમિયર લીગ, જે 20 ઓવરની લીગ છે, જે ગુજરાતની સૌથી લોકપ્રિય લીગમાંની એક છે, વીપીએલમાં પાંચ ટીમો હોય છે દરેક ટીમ એક બીજા સાથે રમે છે, દરેક ટીમ ચાર લીગ મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. જે ખેલાડીઓ વેલીયન્ટ પ્રીમિયર લીગ રમે છે તેમાંથી ઘણા ખેલાડીઓ હાલ ખુબ લોક ચાહના પામ્યા છે , સાથેજ એ ખેલાડીઓને ઘણી કંપની દ્વારા સ્પોન્સોર્શીપ આપવામાં આવે છે જેથી રૂરલ અરેં ના ક્રિકેટર્સ માટે ખુબજ મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. આવનારા દિવસો માં વેલીયન્ટ પ્રીમિયર લીગ ની 5 ટીમો અને મેચ નું ટાઇમ ટેબલ લૌંચ કરવામાં આવશે.

વેલિયન્ટ પ્રીમિયર લીગ ની ૫ મી સિઝન આવતા મે મહિનામાં રમાશે. ટ્રોફી ના લોકાર્પણ બાદ ,વિપુલ નારીગરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને તેમની ઑટોગ્રાફ એડિશન વાળું સ્પેશ્યલ ક્રિકેટ બેટ ગિફ્ટ કર્યુંહતું .

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: