ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સરદાર સરોવર ડેમના બાંધકામને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન લઇને ભારે હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સરદાર પટેલનું અવમૂલ્ય કરે છે. એટલું જ નહીં નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન આપી તે ન જ આપી તેમને ખોટી ક્રેડિટ આપવાનો પ્રયાસ ના કરશો. આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજાની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ એમ કહેતા વિધાનસભામાં હંગામો થયો હતો
બીજી તરફ ગૃહની વાતાવરણ તંગ બનતા ગ્રુહમાં સુરક્ષા કર્મચારીઓ નીતિન પટેલ ના રક્ષણ માટે આવ્યા હતા ત્યારે નીતિનભાઈએ કહ્યું કે મને તમારા રક્ષણની જરૂર નથી હું કુટી લઉં તેમ છું. તેમણે આગળ કહ્યું કે, નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી જવાહરલાલ નહેરુની ન હતી, એટલું જ નહીં નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સકાર થઈ એની ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહીં, તેવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા ગૃહમાં જોરદાર હંગામો થયો હતો.
જેના જવાબમાં સી. જે. ચાવડાએ કહ્યું સરદાર પટેલ પણ 25 વર્ષ કોંગ્રેસના પ્રમુખ હતા. અમે સરદાર અને નહેરુ બધાને શ્રેય આપીશું. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વેલમાં કોંગ્રેસ ના ધારાસભ્યો ઘસી આવ્યા હતા. ગૃહમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેને લઈને વિધાનસભાની કાર્યવાહી 15 મિનિટ માટે ગૃહ સ્થિગીત કરાયુ હતું.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષના હોબાળાના હોબાળો એટલો બધો વધી ગયો હતો કે, તેને કાબૂ કરવા માટે પગલે સાર્જન્ટને બોલાવવા પડ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ જણાવ્યું હતું કે, નીતિન પટેલ તેમના આપેલા નિવેદન માટે માફી માગે તેવી માંગ કરી હતી.