Satya Tv News

દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. આ વખતે એલપીજી ગેસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થઇ ગયો છે. જોકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ એલપીજીના ગ્રાહકોને રાહત મળી છે.

દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. આ વખતે એલપીજી ગેસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થઇ ગયો છે. જોકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ એલપીજીના ગ્રાહકોને રાહત મળી છે. હમણાં 10 દિવસ પહેલાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા હતા જ્યારે 22 માર્ચના રોજ કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો.

તમને જણાવી દઇએ કે લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. 22 માર્ચના રોજ સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઇએ કે 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી દિલ્હીમાં 2253 રૂપિયાનો મળશે.

તો બીજી તરફ કલકત્તામાં હવે આ 2087 રૂપિયાના બદલે 2351 રૂપિયા અને મુંબઇમાં 19955 ના બદલે 2205 રૂપિયામાં મળશે. ચેન્નઇમાં હવે આ સિલિન્ડર માટે 2138 રૂપિયાના બદલે 2406 રૂપિયા ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઇએ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા ઉપરાંત હવાઇ ઇંધણના ભાવમાં વધારો થયો છે. 1 એપ્રિલના રોજ જેટ ફ્યૂલ એટલે કે એટીએફના ભાવ 2 ટકા વધીને 1,12,925 કિલોલીટર થઇ ગયા છે. પહેલાં 1,10, 666 રૂપિયા કિલોલીટર હતા. તો બીજી તરફ નવા દર 15 એપ્રિલ 2022થી લાગૂ થશે.

error: