Satya Tv News

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે, જેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન,GMERS ફેકલ્ટી એસોસિયેશન,ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટરોનો સમાવાશે થાય છે.

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ડૉક્ટરો પોતાની માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.

ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે ફરી અમલમાં લાવવામાં આવે. રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાંહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે. રાજ્ય વ્યાપી હડતાળની અસર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળશે. જેને લઈને અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરીને અસર થશે.

error: