Satya Tv News

સુરત ભાવિ મગેતર એ ઇન્સ્ટાગ્રામ પર બનાવી ફેક આઈડી

યુવક સાથે સગાઈ તોડવાનું કહેતા યુવકે કર્યું કૃત્ય

પોલીસે યુવકની કરી ધરપકડ

સુરતના કતારગામની ૨૪ વર્ષીય યુવતીના જે યુવક સાથે સગાઈ થવાની હતી તે યુવક સાથે સગાઈ કરવાની ના કહેતા આ યુવકે યુવતી નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ.ડી. બનાવી તેને બદનામ કરતો હતો જોકે યુવતી એ આ મામલે ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જોકે પોલીસે આ મામલે યુવક ગૌરવ પાટીલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતમાં સાઇબર ક્રાઈમ ની ઘટના માં સતત વધારો થઈ રહીયો છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસે આ મામલે આરોપી ધરપકડ કરી છે
સુરત ના કતારગામ વિસ્તારમાં રહેતી અને ઇન્ટીરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી ચૂકેલી ૨૪ વર્ષીય યુવતીને તેના નામે ઇન્સ્ટા . ઉપર ફેક આઇ.ડી. બની હોવાની જાણ તેના સર્કલમાંથી થઇ હતી . દોઢ મહિનાથી બનેલી આ આઇ.ડી. ચેક કરતાં પ્રોફાઇલમાં પણ આ યુવતીના જ ફોટો હોઇ યુવતીએ મેસેજમાં આ એકાઉન્ટ ડિલીટ કરવા જણાવ્યું હતું .તો આ ID માં અશ્લીલ ફોટો અપલોડ કરવાની ધમકી આપતાં આ યુવતીએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી . દરમિયાન કતારગામ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ગૌરવ જગદીશ પાટીલ ઉ.વ .૨૬ , રહે નીલકંઠ સોસાયટી , કતારગામ ની અટકાયત કરી હતી . ભોગ બનનારી યુવતી સાથે ગૌરવની સગાઇ થવાની હતી . જોકે , યુવતીએ સંબંધ તોડી નાંખવાની વાત કરતા ગૌરવે બદલો લેવા આ કૃત્ય કર્યુ હતુ જોકે પોલીસે આ યુવક ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: