ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ – રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ બે દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાંઆજે પ્રથમ દિવસેભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી,રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની
ઉપસ્થિતિમા દીપ પ્રાગટ્ય કરી આ કોન્ફરન્સનું ઉદ્ઘાટકર્યું હતું
આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએછેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રાષ્ટ્રીય પરિષદ ન્યાયાલયોમાં મધ્યસ્થી અને ICT બંનેની વિશાળ સંભાવનાઓ જ નહીં, પરંતુ માર્ગમાં આવતા પડકારોનો શ્રેષ્ઠ પ્રતિસાદ રીતે કેવી રીતે આપવો તે અંગે પણ વિચારણા કરશે.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા