ભરૂચના વેજલુપર વિસ્તારમાં રહેતો ચિંતન વિનોદ મિસ્ત્રી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવાંક કંપનીમાં નોકરી કરે છે જે શનિવારની રાતે કંપની પરથી પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.ક્યુ.2442 લઇ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ભૂતમામાની ડેરીથી થોડે દૂર રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલ બુલેટ બાઈક નંબર-જી.જે.16.સી.કે.0816 સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બંને બાઈક સવારોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે હિંમત નગરના માળીયા છાપરીયા ખાતે રહેતા અરવિંદકુમાર દુર્લભદાસ સાઢુ ટ્રક નંબર-જી.જે.09.એ.યુ.6307ના ચાલક ઇમરાન રસૂલ આખનજી સાથે માર્બલ ભરી સુરત ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ સામે ટ્રક ઉભી રાખી માર્ગ ઓળંગી ચા-નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન માર્ગ ક્રોસ કરી ટ્રક તરફ જતા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ છોટા હાથી ટેમ્પો નંબર-જી.જે.11.વી.વી.1725ના ચાલકે રાહદારી અરવિંદકુમારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રાહદારીને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.