Satya Tv News

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટકરીને જાણકારી આપી હતી કે, આગામી 72 કલાકમાં PSIની પરીક્ષાનું પરિણામ જાહેરાત કરાશે.મહત્વનું છે કે,આજે જ રજા પરથી હાજર થયા છે. IPS અધિકારી વિકાસ સહાય છેલ્લા વ્યક્તિગત કારણો સર રજા ઉપર હતાં. જેને લઈને પરિણામમાં વિલંબ થયો છે. આમપરિણામ બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, ગત 6ઠ્ઠી માર્ચે રાજ્યભરના વિવિધ કેન્દ્રો પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી રાજ્યભરમાંથી વિવિધ કેન્દ્રો પર 88 હજાર લોકોએ 1375 જગ્યા માટે પરીક્ષા આપી હતી.આમ આગામી ગુરુવાર રાત્રે સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે.

મહત્વનું છે કે, ભરતી બોર્ડે કરેલી જાહેરાત મુજબ, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા 96000 હજાર કરતા વધુ ઉમેદવારો આપી હતી. જેમાં 20 હજાર મહિલા અને 76 હજાર પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યારે હવે બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામ જાહેરાત કરવામાં આવી છે. પરિણામ બાદ મેઈન પરીક્ષા લેવામાં આવશે .

error: