ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત છે.
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. જ્યારે કાલથી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં ગરમીનું જોર વધી શકે છે. ગુરૂવાર તથા શુક્રવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લામાં ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે આ દિવસ સુધી યલો એલર્ટ વચ્ચે ગરમીથી બચવા એડવાઇઝરી પણ જાહેર કરી છે.
વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુવર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
લુ લાગવા (સન સ્ટોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જેવી અસરો થાય છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટોકની વધુ અસર થવાની શક્યતા છે. અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. ગત વર્ષોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સન સ્ટોકના કારણે મુત્યુ નોંધાયેલ છે.