Satya Tv News

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરતની અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. 1143, 1144, 1889, 1890 અને 1897 ના દસ્તાવેજના રેકર્ડમાં કંઇક ખોટું થયાની શંકા વ્યકત કરતી અરજી એક અરજદારે ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરીને કરી હતી. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે અરજદારે અરજી સાથે દસ્તાવેજની જે નકલ રજૂ કરી હતી તેમાં અને ગાંધીનગર સર નિરીક્ષકની કચેરીમાં નોઁધાયેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળી હતી.

જેથી સર નિરીક્ષક કચેરી દ્વારા અઠવા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે નકલ મંગાવતા દસ્તાવેજના વોલ્યુમમાં ફોટો નકલની પેજની જાડાઇ વધુ હતી અને પક્ષકારોના નામો પણ અલગ હતા અને તે અંગેની મામલતદાર કે સિટી સર્વેમાં આજ દિન સુધી એન્ટ્રી પડી ન હતી. આ બાબત પરથી ફલિત થયું હતું કે અજાણ્યા ભેજાબાજોએ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ઓરીજનલ રેકર્ડનો નાશ કરી તેના બદલે બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

error: