Satya Tv News

આજે IPLની 2 મજબૂત ટીમો એવી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 195 રન કર્યા છે. જેના જવાબમાં GTએ 5 વિકેટના નુકસાને 198 રન ફટકારી જીત હાંસલ કરી છે. જેમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાને છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી 4 ચકકા વિજય હાંસલ કર્યો હતો.

196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. તેણે ગુજરાતના શુભમન ગિલની વિકેટ લેતાની સાથે જ પોતાની આક્રમક બોલિંગથી બેટરને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ઉમરાને ત્યાર પછી પોતાની 4 ઓવરના સ્પેલમાં 25 રન આપી 5 વિકેટ પોતાને નામ કરી હતી.

જે બાદ કમાન રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સંભાળી શાનદાર બેટિંગ નજારો કરાવતા ઓડિયન્સમાં ગુજરાત ટાઇટન્સના ચાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી. જેમાં IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ મેચમાં GT સામે 196 રનનો ટાર્ગેટ હતો, જેને રાહુલ અને રાશિદની પાર્ટનરશિપની સહાયથી ટીમે ચેઝ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જિતાડી દીધી છે. એટલું જ નહીં રાહુલ તેવટિયા અને રાશિદ વચ્ચે 59* રનની પાર્ટનરશિપ થઈ હતી. આની સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગયું છે.

error: