ડીએસપીએ સસ્પેન્સનનો રિપોર્ટ ડી.જી.પી.ને મોકલાયો
PI તરીકે જે.કે. પટેલનેનવો ચાર્જ સોંપાયો
રૂપિયા બે લાખની લાંચમાં પકડાયેલ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીનેસસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરુએસપી કચેરી નર્મદા દ્વારા શરૂ કરાઈ છે.ડીએસપીપ્રશાંત સુંબેએ સસ્પેન્સનનો રિપોર્ટ ડી.જી.પી.ને મોકલાયોછે હવે તેમની જગ્યાએ નવા પીઆઇ તરીકે જે.કે. પટેલનેનવો ચાર્જ સોંપાયોછે.
રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરી હરિયાણાનાગુરુગ્રામમાં 2 લાખની લાંચ લેતાં હરિયાણા સ્ટેટ એ.સી.બી. દ્વારા ઝડપીપાડવામાં આવ્યા છે. એમની સ્થાનિક પોલીસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યુંહતું. આ કેસની તપાસ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરી કરી રહ્યા હતા. એ કેસમાં ફરીદાબાદના અમરનગરમાં રહેતા અમરિંદર પુરીનેરાજપીપળા પોલીસ સ્ટેશને લઈજવાયો હતો. અને 24 ફેબ્રુઆરીએતેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાંઆવ્યો હતો.
એક તરફ નર્મદા પોલીસે મહામહેનતે આંતરરાજ્ય ફેક ડિગ્રી-માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું અને એની વિશ્વાસે રાખી રાજપીપળાટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીને આપી, તો બીજી બાજુએ જ જગદીશચૌધરીએ કૌભાંડના આરોપીના કેસને નબળો પાડવા લાંચ માંગે તો એનાથી મોટું કલંક નર્મદા પોલીસ માટે બીજું કોઈ જ ન કહેવાય. આ મામલે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીથાય એવી લોકોની માંગ છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લા પોલીસવડાપ્રશાંત સુંબેએ જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ બનાવીનેડી.જી.પી.ને મોકલી આપ્યો છે, એના ૫૨ ટૂંક સમયમાં કાર્યવાહી હાથધરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીયછે કે, જગદીશ ચૌધરી મૂળબનાસકાંઠાના છે. જગદીશ ચૌધરી પોતાના અંગત કામ માટે રજા પરઊતર્યા હતા અને અહીં જાણ કર્યાવગર દિલ્હી ગયા હતા.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા