અંક્લેશ્વરના આધેડ ઘર છોડી ચાલી નીકળ્યા
નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી હોવાની આશંકાથી નદીમાં શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા
નર્મદા નદીમાં શોધખોળ આરંભેલ પણ બપોર સુધી સફળતા મળી ન હતી
અંકલેશ્વરના ઘર છોડી નીકળી ગયેલ આધેડે નર્મદામા ઝંપલાવ્યું હોવાની માહિતીનાં આધારે ફાયર બ્રિગેડે શોધખોળ આદરી હતી જોકે નર્મદા નદી માં શોધખોળમાં ભારે મેહનત બાદ બન્ને મૃતદેહો મળી આવ્યો હતો
ભરૂચ ના અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામ માં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર તારીખ,28/04/2022 ના રોજ ઘરે થી રાત્રી ના સમયે નિકડી ગયેલ અને નવા બનાવેલ નર્મદા મૈયા બ્રિજ ઉપર થી પરિવારજનો ફોન કરી હું આત્મહત્યા કરું છું એમ કહી ફોન કટ કરી નાખેલ અને પોતાનો છેલ્લો ફોટો વોટ્સઅપ કરી મોત ની છલાંગ લગાવેલ.પરિવારજનો તાત્કાલિક નર્મદા મૈયા બ્રિજ ખાતે દોડી આવેલ અને પોતાના વ્હાલસોયા દિકરા ની શોધખોળ આરંભેલ 2 દિવસ થી દિકરા ને શોધતા પરિવારજનો હેરાન પરેશાન થઈ ગયેલ હોઈ હતાશ પરિવારજનો એ ભગવાન ભરોસે છોડી દીધેલ.છે ગતરોજ ના નર્મદા મૈયા બ્રિજ ઉપર થી એક 50 વર્ષીય પુરુષે મોત ની છલાંગ લગાવેલ તેવી માહિતી ના આધારે ભરૂચ નગરપાલિકા ના ફાયર ફાઈટરો અને અંકલેશ્વર નગર પાલિકા ના ફાયર ફાઈટરો દ્વારા બન્ને મૃતદેહો ની શોધખોળ આરંભેલ ગત રોજ ના ભારે મેહનત બાદ પણ બે માંથી એકપણ મૃતદેહ મળેલ નઈ આજરોજ વહેલી સવારથી અંકલેશ્વર નગરપાલિકા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવેલ હોઈ પરિવારજનો એ અંકલેશ્વર નગર પાલિકા ના ફાયર ફાઈટરો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો ભીની આંખે આભાર માનેલ.છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ