Satya Tv News

અંકલેશ્વરમાં અખાત્રીજ દિવસે સોના-ચાંદીની ખરીદી કરી વર્ષનો શુભ પ્રારંભ થયો

અખાત્રીજના દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય

શુભ માનવામાં આવતી વસ્તુઓની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય


અંકલેશ્વરમાં અક્ષય તૃતીયા કે અખાત્રીજના દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે તેવી માન્યતા છે.આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા કાર્યની શરૂઆત, વિવિધ શુભ માનવામાં આવતી વસ્તુઓની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે

વીઓ :
અખાત્રીજના દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે સોનું ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે, શુભ ફળ આપે છે અને તેમાં વધારો થાય છે. આ વખતે અખાત્રીજ ૩જી મે ના રોજ ઉજવવામાં આવશે. અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે.ત્યારે ખેડૂતોએ ખેતરમાં ધરતીમાતા અને હળ લાકડુ , ટ્રેક્ટર જેવા ખેતીના ઓજારો તેમજ બળદની પૂજા-અર્ચના કરીને નવા વાવેતરના શ્રીગણેશ કર્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: