Satya Tv News

સુરત પલસાણા તાલુકાના સાકી ગામે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

જીલ્લા એલસીબી એ હત્યારા આરોપીની કરી ધરપકડ

આરોપી અગાઉ પણ કરી ચુક્યો છે નાની મોટી ચોરીઓ

ગત ફેબ્રુઆરી માસ માં એક વૃદ્ધાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યારાએ હત્યા બાદ વૃદ્ધાનો મૃતદેહ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો પલસાણા પોલીસ તેમજ સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની પોલીસ ટીમ આરોપીની શોધખોળમાં લાગી હતી જેમાં પોલીસ ને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફરતા મળી છે

YouTube player

પલસાણા તાલુકાના સાકી ગામે આવેલી આનંદી રો હાઉસમાં ગત ફેબ્રુઆરી માસ માં એક વૃદ્ધાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યારાએ હત્યા બાદ વૃદ્ધાનો મૃતદેહ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને હત્યા કર્યા બાદ ભાગી છૂટ્યો હતો ,જોકે હત્યા બાદ પલસાણા પોલીસ તેમજ સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની પોલીસ ટીમ આરોપીની શોધખોળ માં લાગી હતી પરંતુ હત્યારો પોલીસ પકડ થી દૂર હતોં ,જોકે જીલ્લા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે વૃદ્ધાનો હત્યારો વરેલી થી હરીપુરા જતા માર્ગ પર કેસરી શર્ટ પહેરીને ઉભો છે જેથી બાતમીના આધારે જીલ્લા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોચી અને હત્યારાને ઝડપી લીધો હતો ,જોકે હત્યારાની પૂછપરછમાં ચોકાવનારા ખુલાશા થયા હતા..

ઘટના ના દિવસે વૃદ્ધા ઘરે એકલા હતા અને આરોપી કિરણ પાટીલ ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો ,જોકે વૃદ્ધા ઘરમાં ઊંઘી રહ્યા હતા પરંતુ અવાજ થતા વૃદ્ધા અચાનક જાગી જઈ ઘરમાં ચોરને જોઈ બુમાબુમ કરવા લગતા આરોપી કિરણ પાટીલે પકડાઈ જવાની બીકે વૃદ્ધાની ઈંટ ના ઘા મારી ઘર માંજ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘરમાં પડેલા જ્વલનસીલ પદાર્થ વૃદ્ધા પર છાંટી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો જોકે પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છેકે આરોપી કિરણ પાટીલ અગાઉ પણ પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં નાની ચોરી કરી ચુક્યો છે

વિડિઓ જર્નલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ

error: