Satya Tv News

સુરત બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ટીશર્ટ અને લોઅર બનાવતુ કારખાનું ઝડપાયુ

એલ.સી.બી.ની ટીમે રેડ કરી 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે બ્રાન્ડેડ કંપનીઓના લોગો લગાવી લોઅર અને ટી-શર્ટ બનાવતું કારખાનુ ઝડપાયું છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.ની ટીમે રેડ કરી 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

YouTube player

સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે પસલાણા તાલુકાના વરેલી ગામે બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ટીશર્ટ અને લોઅર બનાવી ઓનલાઇન તેમજ છુટકમાં વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે રેઇડ કરી હતી..જોકે સુરત ગ્રામ્ય એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમ્યાન સુરત ગ્રામ્ય એલ.સી.બી શાખામાં ફરજ બજાવતા હે.કો ચીરાગભાઇ અને હે.કો રાજેશભાઇ ને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ દત્તકૃપા સોસાયટીના લક્ષ્મી કોમ્પલેક્ષના પ્રથમ માળે ટીશર્ટ અને લોઅર પેન્ટ બનાવી તેની ઉપર બ્રાન્ડેડ કંપની ના પુમા, નાઇકી, એડીદાશ ના લોગો લગાવી ઓનલાઇન તેમજ છુટક વેચાણ કરી રહ્યા છે. જે બાતમી આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવેલ ટીશર્ટ, લોઅર, કાપડના રોલ, સીલાઇ કરવાની અલગ અલગ મશીનો કાપડ મળી કુલ રૂ,11, 87, 750 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કારખાનુ ચલાવનાર દેવતા પ્રસાદ અયોધ્યા પ્રસા દપાંડે દત્તકૃપા સોસાયટી કોમ્પ્લેક્સ..મુળ રહે યુપી તથા મુકેશ કુમાર રાજેન્દ્ર પ્રસાદ વર્મા રહે કડોદરા નુરી મીડીયાની પાછળ રીયલ સ્ક્વેર ને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે..

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ

Created with Snap
error: