Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પલ્સ હોટલ નજીક અજાણ્યા ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબની કારને મારી ટક્કર

ડોકટર સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પલ્સ હોટલ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબની કારને ટક્કર મારતા ડોકટર સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો

મૂળ બીલીમોરા અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રહેતા ડોકટર મ્રુગાંકકુમાર છીતુભાઈ પટેલ પોતાની કાર નંબર-જી.જે.01.કે.ઝેડ.8720 લઈ અમદાવાદથી પોતાના વતન ખાતે તેઓની નાની અને માસીના દીકરા સાથે નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પલ્સ હોટલ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યાં ટ્રક ચાલકે કારને ટક્કર મારી ફંગોળી દેખાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ડોકટર અને તેઓની નાનીને ઇજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: