હાંસોટ સિદ્ધેશ્વરી માતાના મંદિરે આઠમ પાટોત્સવની ઉજવણી
નવગ્રહ ચંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરવામાં આવી
અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ
હાંસોટ ખાતે આવેલ ખારવા સમાજના વાઘા કુટુંબના કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે આઠમો પાટોત્સવ નિમિતે નવગ્રહ ચંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરવામાં આવી હતી
કોરોના મહામારી ને લઈ ત્રીજા વર્ષે હાંસોટ સ્થિત કુંભારવાડ, દરૂ ખડકી માં આવેલ કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે પાટોત્સવ નિમિત્તે નવગ્રહ ચંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરવામાં આવી હતી જેમાં એક જ વાઘા કુટુંબ ના ભરૂચ અને હાંસોટ ના કુટુંબીજનો 25 જેટલાં દંપતિ એ યજ્ઞ દ્વારા પૂજા કરી કુટુંબ માં અને સમાજ અને રાષ્ટ્રમાં સુખ શાંતિ અને ભાઈચારા ના માહોલ સાથે સલામતી રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી આ ધાર્મિક વિધિ પ્રસંગે અન્ય સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
વિડિઓ જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી હાંસોટ