Satya Tv News

અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત સિલ્વર સીટીમાથી 9 વર્ષીય બાળકી ગુમ થવાનો મામલો

9 વર્ષીય બાળકી 30મી જાન્યુ.એ ગુમ થયેલ હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ

9 વર્ષીય બાળકીને શોધવાની જવાબદારી CBIને સોંપી

4 મહિના આગાઉ ગુમ થયેલ રૂખ્સાર આરિફ અન્સારીની પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ

પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થતા બાળકીને શોધવાની જવાબદારી CBIને સોપાય

અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાંથી 4 મહિના આગાઉ ગુમ થયેલ 9 વર્ષીય રૂખ્સાર આરિફ અન્સારીની પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયા બાદ બાળકીને શોધવાની આગળની જવાબદારી CBIને સોંપવામાં આવી છે.

અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી. તે મોડી રાત સુધી પરત નહિ ફરતા બાળકીની માતાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહીત પોલીસ કાફલાએ પરિવારની મુલાકાત લીધી હતી.

બાળકીના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘણો સમય થયા બાદ પણ બાળકીનો કોઈ પત્તો ન લાગતા આ બાબતે એક NGO દ્વારા બનાવ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવાં આવી હતી. કોર્ટે બનાવ બાદ પોલીસની તપાસ અને શોધખોળના પ્રયાસ ઓછા પડયા હોવાનું ટાંકી લાપતા બાળકીને શોધવાની આગળની જવાબદારી CBIને સોંપી છે. જેથી 9 વર્ષીય બાળકી રૂખ્સાર આરિફ અન્સારીની આગળની વધુ તપાસ CBI હાથ ધરશે તેવા અહેવાલ હાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

વીડિયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: