Satya Tv News

તાજેતરમાં આઈશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો હતો. એમાં આરોપી પતિને સજા થઈ હતી. આવી જ એક આઈશા આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી આવી હતી. સદનસીબે આ વખતે તે પરિણીતાને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેને બચાવી પોલીસને સોંપી છે. આ સમગ્ર બનાવ અંગે હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ છે, જેને ત્યાં કાઉન્સિલિંગ કરી રહી છે.

અમદાવાદની એ બદનસીબ આઈશાના વીડિયોએ ભલભલાને હચમચાવી દીધા હતા. આઈશાએ પતિના ત્રાસના કારણે આતમહત્યા કરવી પડી હતી. આઈશાના પતિને કોર્ટ સજા ફટકારી છે. આજે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક મહિલા દોડતી-દોડતી નદીમાં કૂદવા ગઈ હતી.

અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. જેમને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા હતા. ત્યારે આ મહિલા કહી રહી હતી કે, મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર વાતની જાણ રિવરફ્રન્ટ પોલીસને થઈ હતી.

રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક આ બનાવના જગ્યાએ પહોંચી ગઈ હતી અને મહિલાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી છે. જ્યાં મહિલા પાસેથી વિગત જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મહિલાનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે. આજે રિવરફ્રન્ટ ઇસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે હાલ મહિલાને લાવ્યા છીએ. તેની સાથે અમારો સ્ટાફ વાત કરી રહ્યો છે અને કયા સંજોગોમાં મહિલાએ આવી હતી, તેની તપાસ ચાલી રહી છે.

error: