Satya Tv News

અંકલેશ્વર બંધ પડેલ વાહનને હાઇવા ચાલકે ટક્કર મારતા અકસ્માત

બંને ચાલકોનો આબાદ બચાવ

અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી નજીક બંધ પડેલ વાહનને હાઇવા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ચાલકોનો  આબાદ બચાવ થયો હતો 

ગતરોજ રાતે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી નજીક એક કન્ટેનર બંધ પડી ગયું હતું તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ઉભેલ વાહનમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે આ અકસ્માતમાં કન્ટેનરમાં રહેલ સામાન વિરવિખેર થઇ ગયો હતો અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: