માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે.
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (Mothers Day 2022)ની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોઈ એક દિવસને માતાના નામે કરવો પૂરતું નથી. પરંતુ, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે. જેના કારણે ઘણાં લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડેની શરૂઆત Anna Jarvis નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો. જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે. આ વર્ષે 2022માં 8 મેના દિવસે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે.
વિશ્વની તમામ માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ.
તબિયત તો બધા પૂછી લે છે પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે.,માતા જવાબદારી લેતાં કદી ડરતી નથી, તે કોઈપણ પડકારનો સામનો કરે છે.
વહેલી સવારે માત્ર ત્રણ જ વ્યક્તિ જાગે છે. માતા, મહેનત અને જવાબદારી.
તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર.
દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે,
જેની સામે પડકાર પણ નમી જાય છે,
તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે.