Satya Tv News

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને સોશિયલ સાઇટ પર એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ નિર્દોષ બાળકીના ખરાબ વિડીયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરી હતી. એટલું જ નહી પ્રેમી સહિત તેના બે મિત્રોએ કુકર્મ ગુજાર્યું હતું. ઉપરાંત નાણાં પણ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ પર મહિલાઓ-યુવતીઓને ફસાવવામાં આવતી હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવતા હોય છે. પરંતુ બદનામીના ડરથી યુવતીઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. જેથી ગુન્હેગારોને મોકળુ મેદાન મળી રહે છે. તેવામાં મોરબીમાં પોશ વિસ્તારમાં રહેતી સગીરાને મોરબીના એક શખ્સે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ નાણાંની માંગણી કરી પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કરાયું હતું. અન્ય શખ્સ અને તેના મિત્ર સહિત બંનેએ પણ સગીરાને ભોળવી બિભીત્સ ફોટા વિડીયો મેળવી લીધા હતા. બાદમાં સગીરાને બદનામ કરવાની ધમકી આપી ત્રણેય લુખ્ખાઓએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પાસેથી નાણાં પણ પડાવી લેતા અંતે આરોપીઓનો ત્રાસ સહન ન થતાં સગીરાએ તેના પરિવારજનોને જાણ કરી હત. પરિવારજનોએ હિંમત આપતા ત્રણેય ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

error: