Satya Tv News

સુરતના વરાછા વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વિરોધ

ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ઉઘરાવવા બાબતે વિરોધ નોંધાવ્યો

કુમાર કાનાણી દ્વારા ટ્રાફિક ડીસીપીને પત્ર લખી દંડ ન ઉઘરાવવા રજુઆત કરી

વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે દંડ ઉઘરાવતા વિરોધ નોંધાવ્યો

આગામી દિવસોમાં જો પોલીસ દંડ ઉઘરાવશે તો વિરોધ નોંધાવીશ :- કુમાર

સુરતમાં ટ્રાફિક નિયમનના નામે દંડ ઉઘરાવવા બાબતે ધારાસભ્ય કુમાર કાનાણીનો વિરોધ ફરી એક વખત સામે આવ્યો છે. આ મામલે તેઓએ ફરી એક વખત ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી છે. કુમાર કાનાણીએ સ્પસ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યકિતને વરાછામાં દંડ ઉઘરાવવા દઈશ નહી. અને જો કોઈ દંડ ઉઘરાવશે તો હું સ્થળ પર જઈને રામધુન કરીને વિરોધ નોંધાવીશ.

ટ્રાફિકના દંડને લઈને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત પોતાનો અવાજ બુલંદ કર્યો છે. તેઓએ આ મામલે ફરી એક વખત ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો હતો તે બંધ કરવા રજૂઆત કરી હતી. જેને લઈને અગાઉ દંડ વસુલવાનું બંધ થયું હતું પરંતુ છેલ્લા ૨૦ દિવસથી ફરીથી ટોળા ઉભા રાખી દંડ વસુલવાનું શરુ થયું છે. ખાસ કરીને હીરાબાગ સર્કલ, રચના સર્કલ જેવા પોઈન્ટો પર દંડ વસુલવાની કામગીરી થઇ રહી છે. જેનો હું સખ્ત વિરોધ કરું છું. અને આ દંડ વસુલીનું કાર્ય બંધ નહી થાય તો હું સ્થળ પર જઈને શાંતિપૂર્વક વિરોધ કરીશ. અને જો કોઈ દંડ ઉઘરાવશે તો હું ત્યાં રામધુન લઈને સ્થળ પર જ વિરોધ કરીશ.

વિડીયો જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સુરત

error: