આમોદ શહેર મુખ્ય રાષ્ટ્રીય ધોરી માર્ગની વચ્ચે ડિવાઈડર પર ટ્રક ચઢી જતા અકસ્માત
અકસ્માતમા કોઈ જાનહાની થયેલ નથી પણ ટ્રકને મોટુ નુકશાન
આમોદ મેઈન ચોકડી પર મટીરીયલ ભરેલી ટ્રકનું ડિવાઈડર પર શીર્ષાસન
ભરૂચ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરીયાને જોડતા આમોદ શહેરના મુખ્ય રાષ્ટ્રીય ધોરી માર્ગની વચ્ચે ડિવાઈડર પર ટ્રક ચઢી જતા અકસ્માત સર્જાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે ડિવાઈડર પર કોઈ રેડિયમ સાઈન બોર્ડ ન હોવાથી અનેક ગાડી ઓ ડિવાઈડર પર ચઢી જતા નુકશાન થયેલ છે. અને અનેક વાર મીડિયા સમક્ષ તેમજ સ્થાનિક આગેવાનો એ લેખિત અને મૌખિક ફરિયાદો સંબધિત કચેરી એ કરેલ હોવા છતાં બે વર્ષ પૂર્ણ થવાની આરે છે છતાં નિંદ્રાધીન અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી.શું અધિકારીઓ કોઈ મોટી જાન હાની ના આમંત્રણ ની રાહ જોઈ ને બેઠા છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી આમોદ