Skip to main content

Satya Tv News

સુરતની વરાછા પોલીસે સ્પામાં પાડ્યા દરોડા

સ્પાના નામે કુટણખાનું ચલાવતા ઈસમો પર કાર્યવાહી

દેહવ્યાપાર કરતી ચાર મહિલાઓને પકડી પાડી

ચારેય મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટ ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે દરોડા પાડ્યા હતા જેમાંથી ચાર જેટલી દેહ વિક્રિયના ધંધા સાથે સંકળાયેલ મહિલાઓને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી જે અંગે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

સુરત શહેરના અનેક વિસ્તારોમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે અને જેને લઈને સભ્ય સમાજના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહીં છે ત્યારે આવી પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતની વરાછા પોલીસે સ્પામાં ચાલતા દેહ વ્યાપાર પર કાર્યવાહી કરી હતી સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટ છેલ્લા કેટલાય સમયથી દેહ વ્યાપાર નો ધંધો ચાલી રહ્યો હતો જેને લઈને ત્યાં વસતા લોકો અને દુકાનદારોને પણ ખાસ મુશ્કેલી પડી રહી હતી જેને લઈને વરાછા પોલીસને માહિતી મળી હતી કે સ્પા ના નામે દેહ વ્યાપાર નો ધંધો ચાલી રહ્યો છે અને બહારથી લલના બોલાવી ને ધંધો ચાલવતા હતા ત્યારે વરાછા પોલીસે દરોડા પાડી ચાર જેટલી લલાના ઝડપી પાડી હતી જેમાં સ્પા સંચાલક ભાગી છૂટી હતી જોકે ચારેય લલના વરાછા પોલીસ મથક લાવીને તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે આવી અનેક પ્રવૃત્તિ થઈ રહી છે જેને ડામવી જરૂરી છે

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: