Satya Tv News

અંકલેશ્વર જેસીઆઈએ ૮૦૦ થી વધુ શિક્ષક ગણોનો સન્માન કાર્યક્રમ આયોજિત કર્યો
અંકલેશ્વરની ૧૫ જેટલી સ્કૂલોના શિક્ષકોનું કર્યું સન્માન
સન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઈ પરિવારનો આભાર વ્યક્ત કર્યો

અંકલેશ્વર જેસીઆઈ દ્વારા શિક્ષક ગણનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં 15 જેટલી સ્કૂલોના ૮૦૦ થી વધારે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

गुरु ब्रह्मा है, गुरु विष्णु है; गुरु महेश्वर है; गुरु ही परब्रह्म है, उस गुरु के लिए नमस्कार है. બસ આવા જ વિચારોથી જેસીઆઈ અંકલેશ્વર એ ૮૦૦ થી વધારે શિક્ષક ગણોનો સન્માનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં અલગ-અલગ અંકલેશ્વરની લગભગ ૧૫ જેટલી સ્કૂલો ના શિક્ષકોનું સન્માન કર્યું.. આ વર્ષે જેસીઆઈ અંકલેશ્વર તરફથી શિક્ષકોને ધન્યવાદ કહેવાના ભાગરૂપે શિક્ષકોનું સન્માન સમારંભ કરવામાં આવ્યું.

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ઘણી બધી કોમ્પિટિશન, પ્રોગ્રામ નું આયોજન થતું હોય છે જેમાં ખૂબ ઉત્સાહથી દરેક સ્કૂલ શિક્ષક ગણ તથા પ્રિન્સિપાલ ભાગ લેતા હોય છે બાળકોને તો એમના કાર્યક્રમ માં પ્રોત્સાહન મળે છે પણ જે શિક્ષકો એમની પાછળ મહેનત કરે છે તથા પ્રોગ્રામ માટે પ્રોત્સાહિત કરે છે એવા શિક્ષકોને તથા પ્રિન્સીપાલને આ વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સન્માન કરવામાં આવ્યું..

સન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઈ અંકલેશ્વર પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે શિક્ષકો આ સન્માનને પામીને ખૂબ જ ખુશ થયા છે..

આ કાર્યને સફળબંનાવવા પ્રેસિડેન્ટ જેસીઆઈ કિંજલ શાહ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી નેહા મોદી, જેસી શીતલ જાની, જેસી મોના પટેલ, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ શાહ, જેસી ચેતના નાકરાણી, દિપ્તી જોસી ખૂબ મહેનત કરી હતી

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: