Satya Tv News

નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ 2019થી 2021ના તાજેતરમાં થયેલા સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વેમાં ઉત્તર ગુજરાતમાં બાળલગ્નોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના 4425 ઘર સાથે 5039 મહિલાઓ અને 801 પુરુષોને આવરી લેવામાં આવ્યા હતાં.

જેમાં 20થી 24 વર્ષની પરિણીતાઓના સર્વેના તારણ મુજબ, ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે. 5 જિલ્લાની સ્થિતિ જોઇએ તો બનાસકાંઠામાં 37.30 ટકા, પાટણમાં 35.40 ટકા, મહેસાણામાં 32.30 ટકા, સાબરકાંઠામાં અને અરવલ્લીમાં 27 ટકા મહિલાઓ એવી છે કે જેમનાં લગ્ન 18 વર્ષથી નાની વયે લગ્ન થઇ જાય છે.ઉત્તર ગુજરાતમાં 15 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરુષના સર્વેમાં 39.34 ટકા પુરૂષ અને 7.70 ટકા મહિલાઓ તમાકુનું વ્યસન કરી રહી છે. જ્યારે 4.88 ટકા પુરુષ અને 0.26 ટકા મહિલા દારૂનું સેવન કરતી હોવાનું સામે આવ્યું છે.

error: