સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધીવી છે, જેમાં એકની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બીજા મિત્રની પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીયે છે કે એકબીજાની પત્નીઓ સાથેના આડાસંબંધનો ભાંડો ફૂટી જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની ચર્ચાને કારણે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
બંને પરિણીત મહિલાઓએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવતાં માંગરોળ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જોકે બંને પરિણીતા પર દુષ્કર્મનો મામલો હોવાના કારણે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને મિત્રોના એકબીજાની પત્નીઓ સાથે આડાસંબંધ હોવાની જાણ અન્ય એક મિત્રને થઈ જતાં ભાંડો ફૂટી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે.