Satya Tv News

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ

મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ વાળી કોંગ્રેસ છાવણી હવે ક્ર્મશ:ખાલી થતી જોવા મળે છે. કોંગ્રેસના ગઢમા ગાબડુંપડી રહ્યું છે. કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે સબળ નેતૃત્વનો અભાવ અને કાર્યકરોની સતત થતી અવહેલનાને કારણે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડતાં જણાઈ રહ્યા છે.

તાજેતરમાનર્મદા જિલ્લાના ગરુડેશ્વરની રોશની હાઈસ્કૂલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોર્ચાની જાહેરસભા યોજાઈ હતી.
આ સભામાં ગરુડેશ્વર તાલુકાના 500 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવ અને મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સુમેરસિંહ સોલંકી સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નાંદોદ વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.ગરુડેશ્વરમાં અત્યાર સુધી 500 કોંગી કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયાનો ભાજપે દાવો કર્યો છે.

જેમાં ભાજપ આદિજાતિ મોર્ચાના રાષ્ટ્રિય અઘ્યક્ષ સમીર ઉરાવ, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતી મોર્ચા અધ્યક્ષ હર્ષદ વસાવા, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા બેન સુથાર, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, મહામંત્રી વિક્રમ તડવી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ જાહેરસભાને સંબોધતા ભાજપ આદિજાતિ મોર્ચાના રાષ્ટ્રિય અઘ્યક્ષ અને ઝારખંડથી રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવે જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી આદિવાસીઓનું કોંગ્રેસ દ્વારા માત્ર શોષણ કરવામાં આવ્યું હતું. જ્યારથી દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ભાજપ આદિવાસીઓની પડખે ઉભું રહ્યું છે.

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકાસના ઘણા કાર્યો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કેટલાક વિપક્ષના લોકો આદિજાતિના લોકોને ભરમાવાનું કાર્ય કરે છે. આવા વિપક્ષના લોકોથી દૂર રહેવાન રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવે અનુરોધ કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: