Satya Tv News

હીરા દલાલને નકલી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો

ઠગ યુવકે ૫૦ હજારના હીરા બતાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા

હીરા દલાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડના વેપારમાં છેલ્લા લાંબા સમયથી ઠગાઈ કરવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે વેડરોડ વિસ્તારના હીરાદલાલને એક ઠગ નકલી હીરા પધરાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે આ હીરા દલાલ એ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે 2000 રૂપિયા કમિશનની લાલચ માં આવીને નકલી હીરા પધરાવતો હોવાને લઇને પોલીસે તેની ધરપકડ કરી છે

મૂળ ભાવનગર પાલીતાણાના વતની અને હાલમાં કામરેજ ખાતે આવેલા ખોલવાડની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા જયસુખ કાકડીયા વેડરોડ ખાતે આવેલ પ્રભુ નગરમાં શ્રી શામળાજી મેટલ નામની દુકાન ધરાવે છે ગત 28મી એપ્રિલના રોજ અજિઝ શેખ નામનો યુવાન તેમની દુકાને આવ્યો હતો અને પોતાની પાસે પાંચ કેરેટ હીરા વેચવાની વાત કરી હતી જોકે જયસુખે 50,000 ન હોવાની વાત કરતાં 37 હજાર આપી દેવાની વાત કરી હતી જે બાદ જયસુખ ભાઈ કાકડીયા મશીનમાં ચેક કરતાં હીરા નકલી હોવાનું માલુમ પડ્યું હતું જીતુભાઈ યુવકને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો જેને લઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી આ યુવકને કતારગામ દરવાજા નજીકથી ઝડપી પાડયો હતો પુછપરછ કરતાં તે સોના દાગીના પોલીસ કરવાની મજૂરીનું કામ કરે છે તેને અન્ય એક યુવક આ નકલી હીરા વેચવા માટે આપી ગયો હતો અને જો આવી જાય તો તેને બે હજાર રૂપિયા કમિશન આપવાની વાત કરી હતી જેને લઇ તેને આવું કર્યું હતું કમિશનની લાલચ માં હીરા લઈને આવ્યો હતો હીરા બજારમાં નકલી હીરા પ્રવૃત્તિ સતત ફરિયાદો આવી રહી છે ત્યારે પોલીસે આ મામલે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે કે આ યુવક જણાવ્યું કે અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી હીરા આપીને છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: