Satya Tv News

સુરત વાહન ચોરીમાં પકડાયેલા પાંચ પૈકી એક મુખ્ય આરોપી જ્યારે ચાર બાળગુનેગાર

અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા વાહન ચોરી

ભૂતકાળમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હોવાની કબૂલાત

સુરત વરાછા પોલીસે મોજશોખ માટે વાહન ચોરી કરતા પાંચ ઈસમોને વાહન ચોરીના નવ જેટલા વાહનો સાથે ઝડપી પાડયા હતા જો કે ઝડપાયેલા આરોપીઓમાં એક મુખ્ય આરોપી જ્યારે ચાર બાળ ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું પોલીસે નવ જેટલી ગાડી કબજે કરી ગાડીઓ કયા વિસ્તારમાં અને ક્યાંથી ચોરી કરવામાં આવી છે તે બાબતે તપાસ હાથ ધરી હતી

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ વચ્ચે આવેલ છે તેમાં પણ વાહન ચોરીની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે સુરતની બધા જ પોલીસને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં રહેતા પાંચ જેટલો સમૂહ પોતાના મોજશોખ પૂરા કરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી એક જગ્યા પર એકત્ર કર્યા છે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને 5 જેટલા ઈસમોને ચોરીની નવ બાઈક સાથે ઝડપી પાડયા હતા ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મૂળ અમરેલી જિલ્લાનો દામનગર તાલુકાના ધોપનિયાગામનો વતની અને હાલ સુરતના રામરાજ્ય સોસાયટી કાપોદ્રા ખાતે રહેતો વિપુલ ઉંફે માંકડો ભોળા દભલીયા ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપી પાસેથી પોલીસે નવી ગાડી કબજે કરી તેની સાથે ચોરીમાં સંડોવાયેલા ચાર જેટલા અન્ય યુવકોની ધરપકડ કરી હતી જોકે પકડાયેલા ચાર આરોપીઓમાંથી ચારેચાર બાળ કિશોર ગુનેગાર હોવાને લઈને પોલીસે વધુ તપાસ કરતાં ભૂતકાળમાં વરાછા વિસ્તારમાંથી બે અને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી અન્ય ગાડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જોકે પોલીસે તમામ ગાડીઓ કબજે કરી કોની ગાડી છે અને કયા વિસ્તારમાંથી ચોરાઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે જોકે પકડાયેલા તમામ લોકો માટે ભૂતકાળમાં પણ ચોરી કરતા પકડાયા હોવાની વિગતો સામે આવતાં પોલીસ આ દિશામાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: