Satya Tv News

સુરત જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો આવ્યો સામે

મરનાર યુવક અને મારનાર યુવક બન્ને છેલ્લા ત્રણ વર્ષથી હતા મિત્ર

મારનાર યુવક યુવકોને પાકીટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતો

મરનાર યુવક સભ્યો હતો આ જ ગેંગનો

ગેંગ છોડી દેતા ફરી જોડાવા દબાણ કરવામાં આવ્યું

યુવકે ગેંગમાં જોડાવાની ના પાડતા કરાય હત્યા

સુરતના ઊન ભીંડી બજાર વિસ્તારમાં જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી મરનાર યુવક અને મારનાર યુવક બન્ને છેલ્લા ત્રણ વર્ષથી મિત્ર હતા હત્યા કરનાર મુખ્ય તડીપાર કરવામાં આવ્યો હતો અને પોતાના વિસ્તારમાં યુવકોને પાકીટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતા હોય તો મરનાર યુવક આ ગેગનો સભ્યો હતો પણ આ ગેગ છોડી દેતા ફરી ગેગમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને યુવકે આવવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવ્યા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે તેવામાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાનો મામલો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉન ખાતે ભીડીબજારમાં રહેતો ફ્રૂટના વેપાર કરતો અખ્તર ઉર્ફે અકો મુક્તાર શેખ હાથ ની નસ કાપી તલવાર-છરીના 9 ઘા મારી પતાવી દેવાયો હતો ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો મરનાર યુવકને તેના મિત્રો જ ફોન કરી ઘરે લેવા આવ્યા ને 15 મિનિટમાં જ મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર પરિવારને મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું ત્રણ વર્ષની દોસ્તી બાદ અખ્તર ની હત્યા ને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હુમલાખોર ઇમરાન ની મુખ્ય ભૂમિકા હોવાની વાત સામે આવી છે તડીપાર થઈને આવેલા ઇમરાન યુવાનોને પોકેટ મારવાની ટ્રેનિંગ આપતો હતો અને મરનાર યુવક આ ગેંગના સભ્યો હતો પણ થોડા સમય પહેલાં તે ગેંગ છોડીને તે ફ્રુટ નો વેપાર કરવા લાગ્યો હતો જેને લઇને આ ગેગ દ્વારા ફરી યુવક ને ગેંગ માં જોડાવા માટે સતત દબાણ સાથે ધમકી આપવામાં આવતી હતી જોકે યુવકે તેના જોડાવાની ના પાડતાં ગેંગના સભ્ય ઇમરાન એક તેના મળતિયાઓ સાથે મળીને યુવકની કરપીણ અને જાહેરમાં ઘાતકી હત્યા કરવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે જો કે ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: