Satya Tv News

રાજપીપલા જેલમાંથી ફરાર થયેલઅને નાસતોફરતો વોન્ટેડ કેદી વડોદરાથી ઝડપાયો છે.

છેલ્લા એક વર્ષથી રાજપીપલા જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને વડોદરા ખાતેથી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાનાનાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના આપતાં કેવડીયા પોલીસ મથકમા નોંધાયેલ ગુનાના કામે કાચા કામના કેદી તરીકે રાજપીપલા જીલ્લાજેલમાંથી વચગાળાની જામીન રજા ઉપર ગયેલ દિવ્યાંગભાઇ ઉર્ફે ચન્દુ મહેન્દ્રપ્રસાદજોષી રહે. એ-૧, શરણમ રેસીડન્સી, કોયલી- સીંધરોટ રોડ, વડોદરાનાનો વચગાળાની રજા ઉપરથી પરત જેલે હાજર ન થતા ફરાર થયેલહતો.જે કેદી પોતાની અટકાયત ટાળવા સારૂ એક-યા બીજા સ્થળે સ્થળાંતર કરી નાસતો ફરતો હોયજેને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નર્મદાએ ટેક્નીકલ તથા ખાનગી બાતમીદારથી વડોદરા ખાતે હોવાની બાતમી આધારે સ્ટાફ સાથે વડોદરા ખાતે થી કેદી દિવ્યાંગભાઇ ઉર્ફે ચીન્દ્ર મહેન્દ્રપ્રસાદ જોષી ઝડપી પાડ્યો હતો. અને ગુનાના કામે કેવડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ :દીપક જગતાપ સત્યા ટીવી,રાજપીપલા

error: