Satya Tv News

ધારાસભ્યશ્રીએ તાત્કાલિક બેઠક બોલાવી;

થોડા દિવસ અગાઉ જ સ્થાનિક મીડિયામાં અનેક ગામડામાં “નલ સે જલ” યોજના નુ પાણી પહોંચતું નથી એવા અહેવાલો પ્રકાશિત થયા હતા.

ધારાસભ્ય મહેશ વસાવાએ વાસ્મો યુનિટ મેનેજર જિલ્લા જલ અને સ્વછતા એકમ કરજણ યોજના વહીવટી સંકુલ નમૅદા સહિત અધિકારીઓને તાલુકા પંચાયત દેડિયાપાડા ખાતે બેઠકમાં હાજર રહેવા પત્ર લખ્યો હતો.

“નલ સે જલ” યોજના અંતર્ગત તાલુકામાં કુલ 172 યોજના મંજુર થયેલ છે જે પૈકી 74 યોજનાઓ પૂર્ણ થયેલ છે. અને 94 યોજનાઓ પ્રગતિ હેઠળ છે.અને 4‌ યોજનાઓ ટેન્ડર મંજૂરી હેઠળ હોવાની માહિતી છે. સાગબારા તાલુકામાં કુલ 93 યોજનાનો મંજુર થયેલ છે. જે પૈકી 49 યોજનાઓ પૂર્ણ થયેલ છે અને 43 યોજનાઓ પ્રગતિ હેઠળ છે. 1 યોજના ટેન્ડર મંજૂરી હેઠળ છ, જે કામ પૂર્ણ થયેલ છે ત્યાં પણ લોકોની અનેક રજૂઆતો ધારાસભ્ય સમક્ષ આવેલ છે, જેમાં પૂર્ણ થયેલ કામો માં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો ચારેબાજુ થી પડી રહી છે જે સંદર્ભે ધારાસભ્યશ્રી દ્વારા લાગતા વળગતા કર્મચારીઓને તા.૧૯/૦૫/૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહેવા પત્ર લખી જણાવવામાં આવ્યું છે.

ઉપર્યુક્ત પત્રની નકલ કલેકટરશ્રી નર્મદા જીલ્લા સેવા સદન રાજપીપલા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત નર્મદા. તાલુકા વિકાસ અધિકારીશ્રી ડેડીયાપાડા. સાગબારા ને નકલ રવાના કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: