Satya Tv News

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં “સિ-આર્મ મશિન”નું અનુદાન કરાયું

સાથે કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું પણ અનુદાન કરવામાં આવ્યું

આ ટેક્નોલોજીની મદદથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્ષ રે ફોટોગ્રાફ લઈ શકાય

અંકલેશ્વર ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,અંકલેશ્વર દ્વારા “સિ-આર્મ મશિન” તેમજ કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું અનુદાન આપવામાં આવેલ છે.

સિ-આર્મ મશીનનો ઉપયોગ જટિલ સર્જિકલ પ્રક્રિયા, યુરોલોજિકલ પ્રક્રિયા, પેઈન મેનેજમેંટ, તાત્કાલિક સારવાર અંતર્ગત કરવામાં આવે છે. જેથી આ ટેક્નોલોજી ની મદદથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્ષ રે ફોટોગ્રાફ લઈ શકાય જેથી તાત્કાલિક પ્રક્રિયાની જાણ થાય તેમજ તેને અનુસાર નિર્ણય લઈ શકાય સિ-આર્મ મશીન દ્વારા સર્જિકલ પ્રક્રિયાનું સ્ક્રિનિંગ સર્જરી દરમિયાન અને સર્જરી બાદ જોઈ શકાય છે.

આ ઉપરાંત કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,અંકલેશ્વર દ્વારા કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું પણ અનુદાન આપવામાં આવ્યું છે જેમકે, એન-95 માસ્ક, હેન્ડવોશ, ડિસ્પોસેબલ હાથના મોજા, મૃતદેહ માટેની બેગ અને માથાની ટોપી વગેરે.

કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,અંકલેશ્વર ના આ યોગદાન બદલ અંકલેશ્વર ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાયટી ના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, નિનાદ ઝાલા (જનરલ મેનેજર) તેમજ જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેંડેંટ અંજના ચૌહાણ દ્વારા કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના મેનેજિંગ ડિરેકટર આનંદ શ્રીનીવાસન અને કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ,અંકલેશ્વર ના સાઈટહેડ બાવનજી વેકરીયા તેમજ કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મેનેજમેંટ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: