Skip to main content

Satya Tv News

અંકલેશ્વર ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી કરી લુંટ

આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની કરી લુંટ

લોકોએ તુરંત મહીલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી

અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમ ની લુંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી જોકે લોકોએ તુરંત મહીલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી

અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં આજરોજ સવારે અગિયારેક વાગ્યાના અરસામાં એક મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ટોળકી ઘુસી ગઈ હતી અને બાદમાં આધેડ મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૨૦ હજારની લુંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. જોકે આધેડ મહિલાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઇ રહેલ મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી ઝડપી પાડી તેઓને ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હવાલે કરી હતી ઝડપાયેલ મહીલા ટોળકીની કડક પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ એવુ જાણવા મળ્યુ હતુ કે આ ટોળકીની અન્ય બે સદસ્ય મહિલાઓ મુદ્દામાલ લઇ ફરાર થઇ ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: