રાજ્ય સહિક સૌરાષ્ટ્રમાં આ વર્ષે પ્રકૃતિનો કહેર એક પછી એક સતત ચાલુ રહેવા પામ્યો હતો.જને લઈને ખેડૂતો ભારે આર્થિક સંકળામણનો સામાનો કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવી રીતે ખેડૂતો પર આખા વર્ષનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેવો પ્રશ્ન ભમી રહ્યો છે ત્યારે આજે જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામના રવજીભાઈ રાસમિયાએ નામના ખેડૂતે પોતાના ખેતરમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ભારે અરેરાટી પ્રસરી છે.સમગ્ર મામલે પોલીસે હાથધરી કાર્યવાહીબનાવની પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે મૃતક રવજીભાઈ રાસમિયાના દિવ્યાંગ પુત્રનું નિવેદન નોંધ્યું છે. અને મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ શરૂ કરી છે. પોલીસે આ ખેડૂતની આત્મહત્યા પાછળ પાક નિષ્ફળ જવાનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે? તે તપાસવા માટે તપાસનો દૌર ઘનિષ્ઠ બનાવ્યો છે.