Satya Tv News

સુરત વરાછા પોલીસે દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની કરી ધરપકડ

પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બુટલેગરોને ઝડપી પાડ્યા

બુટલેગર બાઇકની સીટ અને પેટ્રોલ ટાંકીમાં દારૂ સંતાડી લાવતા હતા

વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરી એક ને વોન્ટેડ જાહેર કર્યો

સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીને વરાછા પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જે આરોપી પોતાની પાસે રાખેલ બાઇકમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા હતા જે બંને આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો

ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજેરોજ દારૂના અનેક કેસો સુરત શહેરમાં જોવા મળે છે શહેરના દરેક વિસ્તારમાં દારૂનું દુષણ જોવા મળી રહ્યું છે અને પોલીસ દ્વારા કેસો પણ કરવામાં આવે છે જોકે હાલમાં વિજિલન્સના વડા તરીકે નિર્લિપ્ત રાય આવતા શહેરમાં દારૂબંધી જેવો માહોલ સર્જાયો છે જેને લઈને બુટલેગરો અવનવી તરકીબ અજમાવી દારૂ નું વેચાણ કરી રહ્યા છે ત્યારે આવા જ બે બુટલેગરોને વરાછા પોલીસે પકડી પાડ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંતોષી નગર સોસાયટી પાસે જાહેર રોડ પરથી બે ઈસમો પસાર થઈ રહ્યા છે તેવી બાતમી મળતા વરાછા પોલીસે વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓ આવતાની સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસ મથક લાવીને તપાસ કરતા આરોપી દિપક રાજારામ તિવારી અને શુભમ લાલજી તિવારી પાસેથી થેલામાં મુકેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે ચોકકસ બાતમી મળી હતી કે બુટલેગરો કોઈ અન્ય રીતે દારૂ લઈને આવી રહ્યા છે જે બાબતે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પાસેથી પકડાયેલ બાઇકની સીટની નીચે અને પેટ્રોલ ટાંકીમાં અલગ રીતે પેટી બનાવીને દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી બાઈક અને આ બાઈક માં રહેલ ચોરખાના મા દારૂ ની બોટલો છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી..પેટરકલ ની ટાંકી ની નીચે બોટલ ના માપ ની જગ્યા બનાવવા માં આવી હતી અને તેની અંદર દારૂ ની બોટલ મૂકી હેરાફેરી કરવામાં આવતી હતી..બુટલેગરો અવનવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી બંને બુટલેગરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી મનીષ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: