સુરતની વરાછા પોલીસે માથાભારેની છાપ ધરાવતા આરોપીને પકડી પાડ્યો
વરાછા વિસ્તારમાં લૂંટ કરી નાસ્તા ફરતાઆરોપીને ઝડપી પાડ્યો
વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
પકડાયેલ આરોપી સામે 26 વધુ ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે
સુરત શહેરના વરાછા વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઇસમેને પોલીસે પકડી પાડ્યો હતો જેમાં થોડા દિવસો પેહલા લૂંટ ચલાવતા ગુનો નોંધાયો હતો અને જે કારણે પોલીસે તેની ધરપકર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી
સુરત શહેરમાં લુખ્ખાતત્વો આતંક સતત વધી રહ્યો છે અસામાજિક તત્વો જાહેરમાં ગુંડાગિરી કરીને લોકો ને હેરાન કરી રહ્યા છે અને ગુનેગારો બેફામ બની ગયા છે ત્યારે આવા તત્વોને ડામી દેવા જરૂરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભય નગર સોસાયટીના નાકે એક વ્યક્તિ ઉભો હતો તે સમયે માથાભારેની છાપ ધરાવતા રાણા દેવા સાટીયાએ યુવકને ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા જે ઘટનામાં વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે અંગે તપાસ કરતા બાતમી આધારે આરોપી રાણા દેવા ની પોલીસે પકડી પાડ્યો હતો જોકે પકડાતા જાણવા મળ્યું હતું કે આરોપી વરાછા વિસ્તારમાં માથાભારે ઇસમની છાપ ધરાવે છે અને તેની સામે અગાવ અનેક પોલીસ મથકમાં 26 થી વધુ ગુના નોંધાયેલ છે જેમાં મારામારી હત્યાનો પ્રયાસ લૂંટ ચોરી જેવા અનેક ગુનામાં સંડોવાયેલ આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી હતી આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને લોકોને નુકશાન ન પોહચડે તે હેતુ પોલીસ દ્વારા અનેકવાર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કોર્ટ માંથી જામીન મેળવી ફરી એકવાર ગુનાને અંજામ આપે છે ત્યારે આવા તત્વોને વહેલી તકે ડામી દેવા જરૂરી બને છે
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત