Satya Tv News

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાનના કાર્યક્રમની પુર્ણાહુતી કરાઈ 
કાર્યક્રમમાં શેરી નાટક ભજવનાર કલાકારોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયું
એ.આઈ.એ.ના પ્રમુખ,એસ.ઓ.જી. પી.આઈ. વી.બી,સહીત ના સભ્યો રહ્યા ઉપસ્થિત

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાનના કાર્યક્રમની પુર્ણાહુતી કરાઈ હતી અને કાર્યક્રમમાં શેરી નાટક ભજવનાર કલાકારોને પ્રોત્સાહિત ઇનામ એનાયત પણ કરવામાં આવ્યું હતું

YouTube player

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને દારૂ તેમજ ડ્રગ્સના રવાડે યુવાધન બરબાદ ન થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો  શેરી નાટક થકી જિલ્લામાં ટ્રાફિક નિયમો અને નશા મુક્તિ અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી જે કાર્યક્રમનો સમાપન સમારોહ વિભાગીય પોલીસે વડા ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો  આ કાર્યક્રમમાં શેરી નાટક ભજવનાર કલાકારોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયું હતું આ કાર્યક્રમાં એ.આઈ.એ.ના પ્રમુખ રમેશ ગાભાણી,પ્રવીણ તરૈયા અને એસ.ઓ.જી. પી.આઈ. વી.બી. કોઠીયા, લાયન્સ કલબના પ્રમુખ નલીન રામાની, ભારત વિલાની, તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: