Satya Tv News

ભરૂચ જિલ્લામાં વૈશાખી વાયરા બેફામ બન્યા

22થી 28 કિમીની ઝડપે સુસવાટા મારતા પવનો ફૂંકાયા

ભરૂચ કલેકટર કચેરી સામે મહાકાય વૃક્ષ થયું ધરાસાય

અંકલેશ્વરમાં લોખંડના પતરા હવામાં ઉડયા હોવાના દ્રશ્યો આવ્યા સામે

લોકોને ગરમીથી મળી રાહત, તો વાહન ચાલકો પવનને પગલે અટવાયા

શહેર-જિલ્લામાં બેનર, હોર્ડિંગ્સ, નળિયા અને પતરા ઉડવાના છુટાછવાયા બનાવો

YouTube player

અંકલેશ્વર સહીત ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા આકરી ગરમીમાં ત્રસ્ત થયા બાદ આજકાલ દિવસો ખુશનુમા બની રહ્યા છે. સુસવાટા મારતા વૈશાખી વાયરા ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. તો કેટલાક સ્થળે વૃક્ષ ધારાસય થવાની તો ક્યાંક પતરા અને બેનરો ઉડવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અંકલેશ્વર સહીત ભરૂચ શહેર અને જિલ્લામાં પ્રવર્તમાન ઉનાળાની મોસમે લોકોને તોબા પોકારવા મજબૂર કર્યા હતા. સતત 40થી 43 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીના પારા અને અસહ્ય ઉકળાટથી લોકો કણસી ઉઠ્યા હતા. જો કે છેલ્લા બે દિવસથી શહેર અને જિલ્લાની પ્રજા માટે વૈશાખી વાયરાને પગલે ખુશનુમા બની ગયો હતો. સરેરાશ 22થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ ગરમીથી લોકોને રાહત આપી હતી.

આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જો કે સુસવાટા મારતા પવનોએ વાહન ચાલકો, કાચા મકાન, ઝૂંપડામાં રહેતા લોકોની મુસીબત વધારી દીધી હતી. શહેર અને જિલ્લામાં બેનર, હોર્ડિંગ્સ, નળિયા અને પતરા ઉડવાના છુટા છવાયા બનાવો પણ બન્યા હતા. ભરૂચ કલેકટર કચેરી સામે મહાકાય વૃક્ષ ધરાસાય થયું હતુ. તો અંકલેશ્વર ખાતે લોખંડના પતરા હવામાં ઉડયા હોવાના દ્રશ્યો નજરે પડયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે રોહિત ગોહિલ સત્યા ટીવી ભરૂચ

error: