ખીણમાં પુત્રી સામે જ પોલીસકર્મીની હત્યા,
આતંકવાદી હુમલામાં પુત્રીને પણ ગોળી વાગી
જા પરથી પરત ફરેલા નિઃશસ્ત્ર પોલીસકર્મી નિશાના પર
શ્રીનગરમાં આતંકીઓએ મંગળવારે એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી. શ્રીનગરના સૌરામાં રહેતા કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી તેમની સાત વર્ષીય પુત્રીને ટ્યૂશનમાં મૂકવા જતા હતા, ત્યારે તેમના ઘર સામે જ આ હુમલો થયો હતો. આ હુમલામાં પિતા-પુત્રી બંનેને ઈજા થઈ. ત્યાર બાદ બંનેને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ સારવાર વખતે કાદરી શહીદ થઈ ગયા. પુત્રીના હાથમાં ગોળી વાગી છે. પોલીસકર્મીની તેમના જ ઘર નજીક કે ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ હોય એવી આ ત્રીજી ઘટના છે, જ્યારે પોલીસકર્મીની તેમના સંતાન સામે હત્યા કરાઈ હોય એવી આ બીજી ઘટના છે. 13 મેએ પુલવામામાં એક પોલીસકર્મી તેના પુત્રની રાહ જોતો હતો ત્યારે તેની ગોળી મારી હત્યા કરાઈ હતી.
આ વર્ષે આતંકી ઘટનાઓમાં આઠ પોલીસકર્મી શહીદ થયા. તેમાંથી પાંચ પોલીસકર્મીને ડ્યૂટીથી રજા લઈને ઘરે આવ્યા ત્યારે નિશાન બનાવાયા હતા. આ સ્થિતિમાં પોલીસે એડવાઈઝરી જારી કરી છે, જેમાં પોલીસકર્મીઓને ઘરે નહીં જવાનું સૂચન કરાયું છે.