ભારતીય હોકી ટીમે એશિયા કપની છેલ્લી પૂલ મેચમાં ઈન્ડોનેશિયાને 16-0ના મોટા માર્જીનથી હરાવીને સુપર-4માં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતના પોઈન્ટ્સ પાકિસ્તાન જેટલા થઈ ગયા છે. જો કે ભારતને ગોલ અંતર પણ પાકિસ્તાનથી સારા કરવાના હતા અને તે માટે 16 ગોલના અંતરથી જીત જરૂરી હતી. ભારત રેકોર્ડ આઠમી વખત આ વખતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. જે બાદ પાકિસ્તાને 6 વખત ટૂર્નામેન્ટમાં જગ્યા નથી બનાવી શક્યું.
આ ભારતની સૌથી મોટી જીત નથી. ભારતની સૌથી મોટી જીતનો રેકોર્ડ 1932 ઓલિમ્પિકમાં નોંધાયો હતો. જ્યારે ભારતે અમેરિકાના 24-1થી હરાવ્યું હતું.
આ સાથે જ પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ નથી થઈ શક્યું. તો જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારત યજમાન દેશ છે તેથી તે પણ ક્વોલિફાઈ થઈ ગયું છે.
શરૂઆતના મેચના પ્રદર્શન બાદ ભારતીય ટીમ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ પુલ-એમાં જાપાને પાકિસ્તાનને 3-2થી હરાવી દીધું. જેનાથી ભારત માટે તક ઊભી થઈ હતી.
ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં ટીમ ઈન્ડિયાએ આશા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. ભારતે પહેલી મેચ પાકિસ્તાન સામે હતી જે 1-1થી ડ્રો ગઈ હતી. બીજી મેચમાં જાપાને 5-2થી હરાવ્યું હતું.
પૂલ-એમાં જાપાન 9 અંકની સાથે નોકઆઉટ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. જાપાને પોતાની ત્રણેય મેચમાં જીત મેળવી છે .જ્યારે પાકિસ્તાન ત્રણ મુકાબલામાંથી એક જીત્યું છે. એક હાર અને એક ડ્રોની મદદથી 4 અંક જ મેળવી શક્યું છે. ભારતની પણ આ જ સ્થિતિ છે પરંતુ ગોલ ડિફરન્સે ભારતે પાકિસ્તાનને પછાડી દીધું છે.
ટીમમાં અનુભવનો અભાવ દેખાયો. નિર્ણાયક ક્ષણમાં ભારતીય ડિફેન્સ નબળું રહ્યું. હાલની ટીમના સીનિયર એસવી સુનિલ અને બિરેન્દ્ર લાકડા કંઈ ખાસ ન કરી શક્યા. પવન રાજભરે પ્રભાવિત કર્યા. પેનલ્ટી અને ડ્રેગ ફ્લિકર રુપિંદર પાલ સિંહની ગેરહાજરી દેખાઈ. તે ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ ઘાયલ થઈ ગયા હતા.