Satya Tv News

શિક્ષણ વિભાગે વીએનએસજીયુને કોમન એકેડેમિક કેલેન્ડર મોકલ્યું છે. જેમાં યુજી અને પીજીનું પહેલું વર્ષ 23 જૂનથી શરૂ થશે. યુજીમાં સેમેસ્ટર 3 અને 5ની સાથે પીજીમાં સેમેસ્ટર ત્રણ 15 જૂનથી શરૂ થશે. એકેડેમિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ કે યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા પહેલીથી જૂનથી શરૂ કરીને 22 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. દિવાળી વેકેશન 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે. કોલેજોની ઇન્ટરનલ પરીક્ષા 9 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ઇન્ટરનલ પરીક્ષા કોલેજોએ વિકલી ટેસ્ટ કે પ્રોજેક્ટ વર્ક કે ગ્રુપ ડિસ્કશન અથવા યુનિવર્સિટી જે રીતે નક્કી કરે તે મુજબ લેવાની રહેશે. પહેલું સત્ર 14 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. બીજુ સત્ર 30 એપ્રિલ સુધી ચાલશે. કોલેજોએ ઇન્ટરનલ પરીક્ષા 23 માર્ચથી 30 એપ્રિલ સુધી લેવાની રહેશે. એ પણ વીકલી ટેસ્ટ કે પ્રોજેક્ટ વર્ક કે પછી ગ્રુપ ડિસ્કશન અથવા યુનિવર્સિટી નક્કી કરે તે મુજબ લેવાની રહેશે. 30 એપ્રિલ સુધીમાં બીજુ સત્ર પૂર્ણ કરવાનું રહેશે. ઉનાળાનું વેકેશન પહેલી મેથી 14 જૂન સુધી રહેશે અને નવું શૈક્ષણિક વર્ષ 2023-24 આગામી 15 જૂન, 2023થી શરૂ કરવાનું રહેશે.

error: