Satya Tv News

યુવતીના ફોટા પાડી તેના ગ્રુપમાં અને પરિવારને મોકલવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતો

અઠવાલાઇન્સની કોલેજમાં અભ્યાસ કરતાં રાણીતળાવના સુફિયાન બાદશાહે કોલેજીયન યુવતીને વેસુના કપલ બોક્ષમાં લઇ જઇ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ યુવતીના ફોટા પાડી તેને બ્લેકમેલ કરતાં મેસેજ મોકલ્યા હતા. આ મેસેજ પરિવારે જોઈ લેતા આરોપીનો ભાંડો ફુટી ગયો હતો. આરોપીને પકડવા પોલીસને સાથે રાખી પરિવારે છટકું ગોઠવતા સુફીયાન યુવતીને મળવા વેસુ આવતા પકડાયો હતો. પીડિતાની ફરિયાદના આધારે ઉમરા પોલીસે બાદશાહ સુફીયાન મોહંમદ(રહે,રાણીતળાવ,ખાટકીવાડ,લાલગેટ)ની સામે બળાત્કાર અને છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુફિયાને મિત્રતા થતાં યુવતીને કાફેમાં બોલાવી હતી. જ્યાં તેની સાથે પાડેલા ફોટો ગ્રુપ અને પરિવારને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કર્યું હતું. યુવતી કાફેમાં આવતા ં કપલ બોક્ષમાં આરોપીએ રેપ કર્યો હતો. આ રીતે 3-4 વાર કાફેમાં લઈ જઈ રેપ કર્યો હતો. યુવતીના પરિવારને સુફિયાન વિશે ખબર પડતા યુવતીએ સંબંધ તોડી નાખ્યા હતા. છતાં સુફીયાને યુવતીને ફોટા તેના પરિવાર મોકલવાની ધમકી આપી મળવા માટે ઘોડદોડ રોડ પર બોલાવી હતી. યુવતી કંટાળી પરિવારને જણાવ્યું હતું.

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ કે આરોપી બાદશાહ સુફીયાન અઠવાલાઇન્સની કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. ભોગ બનનાર 19 વર્ષીય યુવતી પણ કોલેજમાં અભ્યાસ કરે છે. બંને વચ્ચે કોલેજમાં મિત્રતા થઈ હતી. આરોપી બાદશાહ સુફીયાને યુવતીને નવેમ્બરમાં પહેલીવાર વેસુ ખાતે આવેલા સફલ સ્કેવર પાસે બોલાવી નજીકમાં યુ એન્ડ મી કાફેમાં જવાની વાત કરી હતી. યુવતીએ શરૂઆતમાં કાફેમાં જવાની ના પાડી તો આરોપી સુફિયાન બાદશાહે શાંતિથી બેસી વાતો કરીશું, કહી કાફેમાં લઈ ગયો હતો. પછી આરોપીએ કાફેમાં કપલ બોક્ષમાં યુવતી સાથે ફોટા પાડી તેને બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો.

error: