Satya Tv News

અંકલેશ્વર વિવિધ મુદ્દે મહિલાઓ બની રણચંડી

ગટર લાઈન અને ગંદકી મુદ્દે મહિલાઓમાં આક્રોશ

સમસ્યાનું નિરાકરણ લાવવા કરી માંગ

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ તળાવિયાવાર માં વિવિધ મુદ્દાઓને લઈ મહિલાઓ આક્રોશમાં જોવા મળી હતી

YouTube player

અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 6માં આવેલ તળાવિયા વાર વિસ્તારમાં ગટરલાઇન ,ગંદકી તેમજ અન્ય વિવિધ મુદ્દાઓ સાથે મહિલાઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ સત્તા માં બેથેલ અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું ના હોઈ એમ લાગી રહ્યું છે અગાઉ ગટર લાઈન ના પ્રશ્ન અંગે રજુવાત કરી હોવા છતાં તેનો નિકાલ આવ્યો ન હતો ત્યારે ફરી મહિલાઓ ગટર લાઈન મુદ્દે રણચંડી બની આક્રોશ ઠાલવ્યો હતો સરકાર ઘ્વારા આવાસ યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવતો હોઈ છે પરંતુ તળાવિયા વાળ વિસ્તારના લોકોને આવાસનો લાંબા આપવામાં આવતો નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ગટરલાઇન નું પાણી ગલીયોમાં પ્રસરતું હોઈ છે ત્યારે તે વિસ્તારના નાના નાના બાળકો એ પાણીમાં રમતા હોઈ છે ત્યારે રોગચાળો ફાટી નીકરવાનો ભય સ્થાનિક લોકો ને સતાવી રહ્યો છે આ સમસ્યાનું નિરાકારણ વહેલી ટકે કરવામાં આવે એવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: